Isaiah 18

1કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાળા દેશને અફસોસ;
2તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે.
ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે,
દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે,
જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ.

3હે જગતના સર્વ રહેવાસીઓ અને પૃથ્વી પર રહેનારાઓ,

પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે ત્યારે સાંભળજો.

4યહોવાહે મને એમ કહ્યું કે, “હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ,

સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ.”
5કાપણી પહેલાં, જ્યારે ફૂલ પાકીને તેની દ્રાક્ષા થાય છે,
ત્યારે તે ધારિયાથી કુમળી ડાળીઓને કાપી નાખશે, તે ફેલાયેલી ડાળીઓને કાપીને દૂર લઈ જશે.

6પર્વતોનાં પક્ષીઓને માટે અને પૃથ્વીનાં પ્રાણીઓને માટે તેઓ સર્વને મૂકી દેવામાં આવશે.

પક્ષીઓ તેઓના ઉપર ઉનાળો કરશે અને પૃથ્વીનાં સર્વ પ્રાણીઓ તેઓના ઉપર શિયાળો કરશે.
તે સમયે સૈન્યોના યહોવાહને માટે ઊંચી તથા સુંવાળી પ્રજાથી, દૂરના તથા નજીકના લોકોને ડરાવનાર, મજબૂત અને વિજયી પ્રજા જેનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે, તે સિયોન પર્વત જે સૈન્યોના યહોવાહના નામનું સ્થાન છે, તેને માટે બક્ષિસ લાવશે.
7

Copyright information for GujULB